i-Khedut Portal Yojana 2026: ટ્રેક્ટર, સ્માર્ટફોન અને ખેતીના સાધનો પર મેળવો મોટી સબસિડી (Gujarat Agriculture Subsidy)

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવા અને ખેતીને આધુનિક બનાવવા માટે i-Khedut પોર્ટલ પર ટ્રેક્ટર, સ્માર્ટફોન અને વિવિધ ખેતીના સાધનો પર મોટી સબસિડી આપવામાં આવી રહી છે. વર્ષ 2026-27 માટે આઈ-ખેડૂત પોર્ટલ પર 27 માર્ચ 2026 થી 26 એપ્રિલ 2026 દરમિયાન અરજીઓ શરૂ કરવામાં આવી છે. 


ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક રીતે સદ્ધર બનાવવા અને આધુનિક ખેતી (Modern Farming) ને પ્રોત્સાહન આપવા માટે આઈ-ખેડૂત પોર્ટલ (i-Khedut Portal) પર ખેતીવાડી યોજનાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. વનબંધુ સર્વિસ પ્રોવાઈડર યુનિટ (અનુ. જનજાતિના ખેડૂતો માટે)

i-Khedut Portal Yojana 2026: ટ્રેક્ટર, સ્માર્ટફોન અને ખેતીના સાધનો પર મેળવો મોટી સબસિડી (Gujarat Agriculture Subsidy)


રાજ્યના ખેડૂતો તારીખ 27/03/2026 થી 26/04/2026 સુધી ટ્રેક્ટર, ખેત ઓજારો, સ્માર્ટફોન, તારની વાડ અને પાક સંગ્રહ ગોડાઉન (Crop Storage Godown) જેવી વિવિધ યોજનાઓ હેઠળ સબસિડી (Subsidy) મેળવવા માટે અરજી કરી શકે છે.

આપણે જોઈશું કે કયા સાધનો પર કેટલી સહાય મળશે અને તેના નિયમો શું છે.


યોજનાની મુખ્ય હાઇલાઇટ્સ (Key Highlights of the Scheme)

  • અરજી કરવાની તારીખ (Application Dates): 27/03/2026 થી 26/04/2026
  • અરજીનું માધ્યમ (Apply Online): i-Khedut Portal ગુજરાત
  • લાભાર્થી (Beneficiary): ગુજરાતના તમામ વર્ગના ખેડૂતો (SC, ST, નાના/સીમાંત અને સામાન્ય ખેડૂતો)

૧. ટ્રેક્ટર અને વાહનો પર સબસિડી (Subsidy on Tractors & Vehicles)

ખેતીમાં વાહનવ્યવહાર અને ખેડકામને સરળ બનાવવા સરકાર ટ્રેક્ટર અને અન્ય વાહનો પર મોટી સહાય આપે છે.

  • ટ્રેક્ટર (Tractor 20 થી 60 PTO HP): ખર્ચના 25% અથવા રૂ. 1,00,000/- ની મર્યાદામાં (બેમાંથી જે ઓછું હોય તે).
  • માલ વાહક વાહન (Goods Carriage Vehicle): 600 kg થી 1500 kg ભાર વહન ક્ષમતાવાળા વાહન પર અનુ.જાતિ/જનજાતિ/મહિલા ખેડૂતોને 35% (મહત્તમ રૂ. 75,000) અને સામાન્ય ખેડૂતોને 25% (મહત્તમ રૂ. 50,000) સહાય.
  • રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર (સનેડો - Sanedo): રૂ. 25,000/- સુધીની સહાય.
  • ટ્રેક્ટર ટ્રેલર (Tractor Trailer): કુલ ખર્ચના 20% અથવા રૂ. 30,000/- બે પૈકી જે ઓછું હોય તે.

📢 સરકારી યોજનાઓ, ખેતીવાડી સહાય અને લેટેસ્ટ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો

અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો

૨. પાક સંરક્ષણ અને સંગ્રહ સહાય (Crop Protection & Storage Subsidy)

ખેડૂતોનો પાક સુરક્ષિત રહે અને જંગલી ભૂંડ કે રોજડાથી બચાવ થાય તે માટે ખાસ યોજનાઓ:

  • પાક સંગ્રહ સ્ટ્રક્ચર / ગોડાઉન (Godown): કુલ ખર્ચના 50% અથવા રૂ. 1,00,000/- (જે ઓછુ હોય તે).
  • તારની વાડ (Barbed Wire Fence): ઓછામાં ઓછા 2 હેક્ટર વિસ્તાર માટે રનીંગ મીટર દીઠ રૂ. 200 અથવા ખર્ચના 50% મુજબ સહાય. (થાંભલા સિમેન્ટના અને 4 તારવાળા હોવા જોઈએ).
  • તાડપત્રી (Tarpaulin): સામાન્ય ખેડૂતોને કિંમતના 50% (મહત્તમ રૂ. 1250) અને SC/ST ખેડૂતોને 75% (મહત્તમ રૂ. 1875) ખાતા દીઠ 2 નંગ માટે.
  • સોલાર પાવર યુનિટ/કીટ (Solar Power Unit/Fence): સોલાર ફેન્સીંગ બનાવવા કુલ ખર્ચના 50% અથવા રૂ. 15,000/- સુધીની સહાય.

૩. ખેત ઓજારો અને મશીનરી પર સહાય (Agriculture Equipment & Machinery)

ભારત સરકાર દ્વારા માન્ય સંસ્થાઓમાં ટેસ્ટિંગ થયેલ અને i-Khedut પોર્ટલ પર રજીસ્ટર થયેલ કંપનીના સાધનોની ખરીદી પર મળતી સહાયની યાદી નીચે મુજબ છે:

સાધનનું નામ (Equipment Name) સહાય ધોરણ (Subsidy Amount in Rs.)
પાવર ટીલર (Power Tiller) રૂ. 50,000 થી રૂ. 1,20,000
રોટાવેટર (Rotavator) રૂ. 36,000 થી રૂ. 95,000
કલ્ટીવેટર (Cultivator) રૂ. 16,000 થી રૂ. 25,000
લેસર લેન્ડ લેવલર (Laser Land Leveler) રૂ. 1,08,000 થી રૂ. 2,00,000
પાવર થ્રેસર (Power Thresher) રૂ. 30,400 થી રૂ. 2,25,000
પ્લાઉ (Plough - તમામ પ્રકારના) રૂ. 17,600 થી રૂ. 1,25,000
બેલર (Baler) રૂ. 1,60,000 થી રૂ. 9,90,000
હેરો (Harrow) રૂ. 12,000 થી રૂ. 1,35,000
વાવણિયા / ઓટોમેટીક ડ્રીલ (Seed Drill) રૂ. 13,600 થી રૂ. 75,000
પોટેટો પ્લાન્ટર & ડીગર (Potato Planter/Digger) રૂ. 24,000 થી રૂ. 75,000
શ્રેડર / મોબાઇલ શ્રેડર (Shredder) રૂ. 24,000 થી રૂ. 2,00,000
પેડી ટ્રાન્સ પ્લાન્ટર (Paddy Transplanter) રૂ. 1,36,000 થી રૂ. 8,60,000

(નોંધ: આ ઉપરાંત રીપર/બાઈન્ડર, ગ્રાઉન્ડનટ ડીગર, પોસ્ટ હોલ ડીગર, સબસોઈલર, વિનોવીંગ ફેન, લેન્ડ લેવલર, રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર (સનેડો) અને અન્ય ખેત ઓજારો પર પણ નિયત ધારાધોરણ મુજબ સબસિડી ઉપલબ્ધ છે.)


૪. પિયત, સ્પ્રેયર અને અન્ય સાધનો (Irrigation & Sprayers)

  • પમ્પ સેટ્સ (Pump Sets - Oil Engine): સામાન્ય અને SC/ST ખેડૂતો માટે હોર્સ પાવર (HP) મુજબ ખર્ચના 75% અથવા રૂ. 8,700 થી રૂ. 13,875 સુધીની સહાય.
  • વોટર કેરીંગ પાઇપલાઈન (Water Carrying Pipeline): અંડર ગ્રાઉન્ડ પાઇપલાઇન માટે સામાન્ય ખેડૂતોને 50% (રૂ. 15,000) અને SC/ST ખેડૂતોને 75% (રૂ. 22,500) સહાય.
  • પાવર નેપસેક / તાઇવાન પમ્પ (Power Knapsack Sprayer): કેપેસિટી મુજબ રૂ. 2500 થી રૂ. 10,000 સુધીની અલગ-અલગ સબસિડી.
  • ટ્રેક્ટર સંચાલિત સ્પ્રેયર (Tractor Operated Sprayer): રૂ. 32,800 થી રૂ. 2,50,000 સુધીની સહાય.
  • બ્રસ કટર (Brush Cutter): રૂ. 16,000 થી રૂ. 44,000 સુધીની સહાય.

૫. સ્માર્ટફોન અને વિશેષ યોજનાઓ (Smartphone & Special Schemes)

  • સ્માર્ટફોન ખરીદી પર સહાય (Smartphone Subsidy): ખેડૂતોને ડિજિટલ માહિતગાર કરવા સ્માર્ટફોનની ખરીદી પર પણ સહાય ઉપલબ્ધ છે. (તારીખ: 27/03/2026 થી 26/04/2026).
  • વનબંધુ સર્વિસ પ્રોવાઈડર યુનિટ (Vanbandhu Service Provider Unit): અનુસૂચિત જનજાતિ (ST) ના ખેડૂતો માટે મહત્તમ રૂ. 50,00,000 સુધીની સહાયની જોગવાઈ.

ખેડૂતોને કઈ વસ્તુઓ પર GST માં લાભ મળશે?

કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા GST સુધારાઓથી ખેડૂતોને મોટો ફાયદો થશે. વિવિધ કૃષિ ઉત્પાદનો અને સાધનો પરના GST દરોમાં ઘટાડો કરાયો છે:

ટ્રેક્ટર પરનો 12% અને તેના ટાયર સહિતના પાર્ટ્સ પરનો 18% GST ઘટાડીને 5% કરવામાં આવ્યો છે.

કૃષિ યાંત્રિકીકરણ અને સૂક્ષ્મ પિયત પદ્ધતિ (ડ્રિપ-સ્પ્રિંકલર) ના સાધનો પરનો 12% GST ઘટાડીને 5% કરવામાં આવ્યો છે.

સૂક્ષ્મ પોષક તત્વો અને જૈવિક જંતુનાશક દવાઓ પરનો 12% GST ઘટાડીને 5% કરવામાં આવ્યો છે.

રાસાયણિક ખાતર બનાવવા માટે જરૂરી એમોનિયા અને સલ્ફ્યુરિક એસિડ પરનો 18% GST ઘટાડીને 5% કરવામાં આવ્યો છે.

કેવી રીતે અરજી કરવી? (How to Apply for i-Khedut Subsidy 2026?)

  1. ખેડૂત મિત્રોએ સહાય મેળવવા માટે સૌથી પહેલા i-khedut portal (ikhedut.gujarat.gov.in) ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી.
  2. "યોજનાઓ" (Schemes) વિભાગમાં જઈને "ખેતીવાડી ની યોજનાઓ" પસંદ કરો.
  3. જે સાધન કે મશીનરી માટે અરજી કરવી હોય તેની સામે "અરજી કરો" બટન પર ક્લિક કરો.
  4. આધાર કાર્ડ, ૭/૧૨ અને ૮-અ ની નકલ, અને બેંક પાસબુક જેવી જરૂરી વિગતો ભરીને ફોર્મ સબમિટ કરો.
ખાસ નોંધ: તમામ સાધનોની ખરીદી આઈ-ખેડૂત પોર્ટલ પર પ્રદર્શિત થયેલ કંપનીના ઓથોરાઈઝડ ડીલર (Authorized Dealer) પાસેથી જ કરવાની રહેશે. અસલ GST બિલ રજૂ કરવું ફરજિયાત છે. અરજી કરવાની છેલ્લી તારીખ 26 એપ્રિલ 2026 હોવાથી વહેલી તકે ફોર્મ ભરી દેવું.

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs - i Khedut Portal 2026)

૧. i-Khedut પોર્ટલ પર ખેતીવાડી યોજનાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

ખેતીવાડી યોજનાઓ માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા ૨૭/૦૩/૨૦૨૬ થી શરૂ થઈ છે અને તેની છેલ્લી તારીખ ૨૬/૦૪/૨૦૨૬ છે.

૨. ટ્રેક્ટરની ખરીદી પર કેટલી સબસિડી (Subsidy on Tractor) મળે છે?

૨૦ PTO હોર્સ પાવરથી ૬૦ PTO હોર્સ પાવર સુધીના ટ્રેક્ટર પર ખર્ચના ૨૫% અથવા રૂ. ૧,૦૦,૦૦૦/- ની મર્યાદામાં (બેમાંથી જે ઓછું હોય તે) સહાય મળે છે.

૩. શું સ્માર્ટફોનની ખરીદી પર પણ ખેડૂતોને સહાય મળે છે?

હા, રાજ્યના ખેડૂતોને ડિજિટલ ખેતીથી માહિતગાર કરવા માટે સ્માર્ટફોનની ખરીદી પર પણ સબસિડી આપવામાં આવે છે.

૪. સબસિડીનો લાભ લેવા માટે ખેતીના સાધનો ક્યાંથી ખરીદવા?

લાભાર્થીએ ભારત સરકાર દ્વારા માન્ય સંસ્થાઓ દ્વારા ટેસ્ટિંગ થયેલ અને i-khedut પોર્ટલ પર રજીસ્ટર થયેલ કંપનીના ઓથોરાઈઝડ ડીલર પાસેથી જ સાધનો ખરીદવાના રહેશે અને ફરજિયાત GST બિલ રજૂ કરવાનું રહેશે.

!
Found an error? If you find any mistake in this information, please Report it Here. Your feedback helps us stay reliable.
keyboard_arrow_up
Join WhatsApp Channel
Advertisement
Promo Banner