Tractor Sahay Yojana : ટ્રેક્ટર સહાય યોજના માં જાણો કેવી રીતે કરવી અરજી

 Tractor Sahay Yojana ગુજરાત સરકાર દરેક ખેડૂત માટે વિવિધ યોજનાઓ બહાર પાડેલી છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજના બનાવેલ છે. જેમ કે, PM Kisan Sanmannidhi Yojana, Tractor Subsidy Sahay Yojana વગેરે બહાર પાડેલ છે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની સુરક્ષા, સલામતી અને વિકાસ માટે ટ્રેક્ટર સબસિડી ના ફોર્મ ભરવાના શરૂ કરવામાં આવ્યા છે.


Tractor Sahay Yojana ગુજરાત સરકાર દરેક ખેડૂત માટે વિવિધ યોજનાઓ બહાર પાડેલી છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજના બનાવેલ છે.



ગુજરાત રાજ્ય ખેતીક્ષેત્રે અવનવી પદ્ધતિઓ , રીતો અપનાવી દેશ અને દુનિયાને નવી દિશા આપી છે. સરકાર પણ ખેડૂત લક્ષી નીતિઓ બનાવી રહી છે, અને આપનાવી પણ છે. ખેડૂતોની આવક બમણી કરવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.


 Tractor Sahay Yojana 

વિભાગ: કૃષિ અને સહકાર વિભાગ, ગુજરાત
યોજનાનું નામ Tractor Sahay Yojana Gujarat
યોજનાનો હેતું આધુનિક મશીનરીનો ઉપયોગ કરીને કૃષિ ઉત્પાદકતા વધારવા બાબત
લાભાર્થી ખેડુતો
અરજીની રીત ઓનલાઈન
ઓફિશિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/

ટ્રેક્ટર સહાય યોજનામાં કેટલી સહાય મળે છે?

આ યોજનામાં રૂપિયા 6,00,000 સુધીની લોન મળે છે જેનો વ્યાજદર 6% હોય છે. અરજદારે લોનના 5% પ્રમાણે માસિક હપ્તો ચૂકવવાનો રહેશે. જો અરજદાર લોન ભરવામાં વિલંબ કરે ત્યારે તેમની પાસે 2.5% દંડ સ્વરૂપે વધુ વ્યાજ લેવામાં આવશે.

ટ્રેક્ટર સહાય યોજના માટે પાત્રતા

Tractor Sahay Yojana Subsidy માટે અરજી કરવા માંગતા ખેડૂતોએ પહેલા ઓનલાઈન અરજી સબમિટ કરીને તેમની લાયકાતની ખાતરી કરવી જોઈએ. યોગ્યતાના માપદંડોને માન્ય કરવા માટે તે નિર્ણાયક છે જેમ કે:

  • અરજદાર ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ.
  • પોતાની જમીનની ખેતીમાં રોકાયેલા ખેડૂતો અથવા વન અધિકાર ધારકો લાભ માટે પાત્ર છે.
  • ટ્રેક્ટર સબસિડીના લાભો મેળવવા માટે Ikedut પોર્ટલ દ્વારા ઓનલાઈન અરજી ફરજિયાત છે.
  • કૃષિ વિભાગ દ્વારા પ્રમાણિત વિક્રેતાઓ જ ટ્રેક્ટર ખરીદતા ખેડૂતોને સબસિડીનો લાભ આપી શકે છે.

ટ્રેક્ટર સહાય યોજનાનો હેતુ

Tractor Subsidy Sahay yojana ની ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય છે. આ યોજના 100% રાજ્ય સરકારથી ચાલતી યોજના છે. આ યોજના દ્વારા ખેડૂતોને ટ્રેક્ટર (20 PTO HP સુધી) ની ખરીદી પર સબસીડી આપવામાં આવશે. જેનાથી ખેતીમાં ઝડપથી કામગીરી કરી શકે.

ટ્રેક્ટર સહાય યોજનાનો લાભ કોણ લઇ શકે છે?

  • અરજદાર આદિજાતિનો હોવો જોઈએ.
  • અરજદારની ઉમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • અરજદાર પાસે ગાડીનું પાકું લાઇસન્સ હોવું જોઈએ.
  • ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અરજદારની વાર્ષિક આવક રૂપિયા 1,20,000 થી ઓછી તથા શહેરી વિસ્તારમાં રહેતા અરજદારની વાર્ષિક આવક રૂપિયા 1,50,000 થી ઓછી હોવી જોઈએ.

ટ્રેક્ટર સહાય યોજના માટે જરૂરી પુરાવા કયા કયા છે?

  • ફોટો
  • આધારકાર્ડ
  • ચૂંટણીકાર્ડ
  • રાશનકાર્ડ
  • જાતિનો દાખલો
  • આવકનો દાખલો
  • પાકું લાઇસન્સ
  • તથા અન્ય

ટ્રેક્ટર માટેની સબસીડીમાં કેવી રીતે અરજી કરવી?

Tractor Sahay Yojana હેઠળ લાભ લેવા માટે ખેડૂતો i-ખેડૂત પોર્ટલ પરથી Online Application કરવાની રહેશે. ખેડૂતોએ પોતાના ગ્રામ પંચાયત ખાતેથી પણ ઓનલાઈન અરજી કરી શકે છે. ખેડૂતો જાતે પણ ઘરે બેઠા Online Form ભરી શકે છે.

  • આઈ ખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ ખોલવી.
  • ત્યાર બાદ જમણી સાઈડ ઉપર Login અથવા રજીસ્ટર પર ક્લિક કરવું.
  • લોગ ઈન કાર્ય બાદ તમારે યોજના પર ક્લિક કરવું.
  • યોજના પર ક્લિક કાર્ય બાદ તમારે ખેતીવાડી સિલેક્ટ કરવું.
  • ખેતીવાડી સિલેક્ટ કાર્ય બાદ તમારે ટ્રેક્ટર પસંદ કરવું.
  • પસંદ કાર્ય બાદ તમારી સામે એક ફોર્મ ખુલશે.
  • તે ફોર્મની વિગત વાંચી ધ્યાન પૂર્વક ભરવું.
  • ફોર્મ ભરાય જાય ત્યાર બાદ સબમિટ પર ક્લિક કરવું .
  • અને ફોર્મ પ્રિન્ટ કરી લેવું.