ભારત સરકાર અને ગુજરાત સરકાર દરેક વર્ગના નાગરિકો માટે વિવિધ યોજનાઓ બહાર પાડેલી છે. જેમાં ખાસ કરીને દીકરીઓ માટે અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે જેમ કે બેટી બચાવો બેટી પઢાવો, સુકન્યા સમૃદ્ધિ યોજના વગેરે. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ (WCD Gujarat) દ્વારા વ્હાલી દીકરી યોજના 2025 બહાર પાડવામાં આવી છે. આ લેખમાં અમે આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.
Vahali Dikri Yojana 2025 – Highlights
| યોજનાનું નામ | વ્હાલી દીકરી યોજના 2025 |
| યોજનાનો હેતુ | દીકરીના જન્મમાં વધારો, શિક્ષણમાં વૃદ્ધિ, બાળલગ્ન અટકાવવું |
| લાભાર્થી | ગુજરાત રાજ્યની પાત્રતા ધરાવતી દીકરીઓ |
| મળવાપાત્ર સહાય | ₹1,10,000/- (ત્રણ હપ્તામાં) |
| અધિકૃત વેબસાઈટ | wcd.gujarat.gov.in |
વ્હાલી દીકરી યોજનાના મુખ્ય હેતુઓ
- દીકરીના જન્મદરમાં વધારો કરવો
- દીકરીના શિક્ષણને પ્રોત્સાહન આપવું
- દીકરી/સ્ત્રીનું સર્વાંગી સશક્તિકરણ
- બાળલગ્ન અટકાવવું
Vahali Dikri Yojana Eligibility
- લાભાર્થી દીકરી ગુજરાતની નાગરિક હોવી જોઈએ.
- જન્મ તારીખ 02/08/2019 પછીનો હોવો જોઈએ.
- પ્રથમ ત્રણ સંતાનો પૈકી દીકરી માટે જ લાભ મળશે.
- વાર્ષિક આવક ₹2 લાખ કે ઓછી હોવી જોઈએ.
- અનાથ દીકરી માટે ગાર્ડિયન અરજી કરી શકે છે.
વ્હાલી દીકરી યોજનાના લાભો
| હપ્તા | સહાયની રકમ | ક્યારે મળશે? |
|---|---|---|
| પ્રથમ હપ્તો | ₹4000/- | પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે |
| બીજો હપ્તો | ₹6000/- | ધોરણ 9માં પ્રવેશ સમયે |
| છેલ્લો હપ્તો | ₹1,00,000/- | દીકરી 18 વર્ષની થયા પછી (શિક્ષણ/લગ્ન માટે) |
જરૂરી ડોક્યુમેન્ટ્સ
- દીકરીનું જન્મ પ્રમાણપત્ર
- દીકરી, માતા અને પિતાનો આધારકાર્ડ
- આવકનો દાખલો
- માતા-પિતાના લગ્નનું પ્રમાણપત્ર
- રેશનકાર્ડની નકલ
- બેંક પાસબુક
વ્હાલી દીકરી યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
- ગ્રામ્ય વિસ્તાર: VCE (Village Computer Entrepreneur) પાસે જવું.
- શહેરી વિસ્તાર: મામલતદાર કચેરી કે જનસેવા કેન્દ્રમાં અરજી કરવી.
- ડોક્યુમેન્ટ્સ ચકાસણી બાદ અધિકારી દ્વારા Digital Gujarat Portal પર ઓનલાઈન એન્ટ્રી કરવામાં આવશે.
- અરજી બાદ તમને રસીદ મળશે જેને સાચવી રાખવી જરૂરી છે.
વ્હાલી દીકરી યોજના PDF Form ક્યાંથી મેળવવું?
ફોર્મ WCD Gujaratની અધિકૃત વેબસાઈટ પર ઉપલબ્ધ છે. ઉપરાંત ગ્રામ્ય VCE, તાલુકા મામલતદાર કચેરી અને જિલ્લા મહિલા & બાળ અધિકારી કચેરીમાંથી પણ ફોર્મ મેળવી શકાય છે.
નિષ્કર્ષ
વ્હાલી દીકરી યોજના 2025 ગુજરાત સરકારની એક મહત્વપૂર્ણ યોજના છે જે દીકરીઓના જન્મ, શિક્ષણ અને સશક્તિકરણ માટે ખૂબ જ ઉપયોગી છે. આ લેખમાં અમે Vahali Dikri Yojana Benefits, Eligibility, Application Process, Documents અને PDF વિશે સંપૂર્ણ માહિતી આપી છે.

ટિપ્પણી પોસ્ટ કરો