દિલ્હી ખાતે મળેલી ૫૬મી જીએસટી કાઉન્સિલમાં લેવાયા ઐતિહાસિક નિર્ણય

દેશના સામાન્ય નાગરિકોના હિતમાં અનેકવિધ ચીજ-વસ્તુ અને સેવા પરના વેરાના દરમાં ધરખમ ઘટાડો કરાવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ




દેશના સામાન્ય નાગરિકોના હિતમાં અનેકવિધ ચીજ-વસ્તુ અને સેવા પરના વેરાના દરમાં ધરખમ ઘટાડો કરાવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રીએ #NextGenGST દ્વારા નાગરિકોના જીવનને સરળ બનાવવાનું વચન આપ્યું હતું અને થોડા જ દિવસોમાં તે વચન પૂર્ણ કર્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે આ સુધારા કરોડો મધ્યમ વર્ગના પરિવારો, ખેડૂતો, નાના વેપારીઓ અને ઉદ્યોગસાહસિકોને ફાયદો કરશે અને ભારતના અર્થતંત્રને નવી ગતિ આપશે.

નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈનું નિવેદન

તેમણે જણાવ્યું કે, વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ યોજાયેલી ૫૬મી જીએસટી કાઉન્સિલમાં ખેડૂતો, નાગરિકો તથા નાના-મધ્યમ ઉદ્યોગકારોના હિતમાં માળખાગત સુધારા, વેરાના દરમાં સુધારા અને Ease of Living અંગે મહત્વપૂર્ણ ભલામણો કરવામાં આવી હતી.

વેરાના દરમાં થયેલા મુખ્ય ફેરફારો

  • ટ્રેક્ટર, ફર્ટીલાઇઝર, પિયત સાધનો જેવી ખેતી માટેની મશીનરી પરનો દર 12-18% માંથી ઘટાડીને 5%.
  • પરાઠા, ખાખરા, પનીર, પીઝાબ્રેડ જેવી વસ્તુઓ પર સંપૂર્ણ મુક્તિ.
  • પેસ્ટ્રી, કેક, ચોકલેટ, કેન્ડી, સીરિયલ ફ્લેક્સ પરનો દર 18% માંથી 5%.
  • ડાયાબિટીક ફૂડ, સોયા મિલ્ક, ફ્રૂટ પલ્પ પીણાં પર 18% માંથી 5%.
  • ટૂથપેસ્ટ, શેવિંગ ક્રીમ, સાબુ જેવી દૈનિક વપરાશની વસ્તુઓ પર 5%.
  • ટીવી, એસી, ફ્રિજ, વોશિંગ મશીન પર 28% માંથી 18%.
  • મેડીક્લેમ અને જીવન વીમા પ્રિમિયમ પર જીએસટી મુક્તિ.
  • કેન્સર સારવારની દવાઓ પર મુક્તિ.
  • સર્જિકલ આઇટમ, મેડીકલ ઓક્સિજન, ગ્લુકોમીટર પર 12% માંથી 5%.
  • સ્ટેશનરી (રબર, શાર્પનર, બુક, મેપ, કલર બોક્સ વગેરે) પર મુક્તિ અથવા 5%.
  • હેન્ડીક્રાફ્ટ (મૂર્તિઓ, લેમ્પ, પેઇન્ટીંગ, સ્ટોન વર્ક) પર 12% માંથી 5%.
  • 1200 CC થી ઓછી પેટ્રોલ/LPG/CNG ગાડીઓ અને 1500 CC થી ઓછી ડીઝલ ગાડીઓ પર 28% માંથી 18%.
  • રીન્યુએબલ એનર્જી સાધનો પર 12% માંથી 5%.

સુધારાનો લાભ

આ ફેરફારોથી સામાન્ય માણસોના જીવન ધોરણમાં સુધારો આવશે, સામાજીક સુરક્ષા વધશે તેમજ Ease of Doing Business ને પ્રોત્સાહન મળશે. રજીસ્ટ્રેશન અને રીફંડ પ્રક્રિયામાં સરળતા આવશે અને નાણાકીય પ્રવાહમાં વધારો થશે.

આમ, GST કાઉન્સિલના ઐતિહાસિક નિર્ણયોથી “ગતિમાન ગુજરાત, ગતિમાન ભારત” અને “વિકસીત ભારત – ૨૦૪૭”ની સંકલ્પના સાકાર થવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે.