અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં 22.43 લાખ શ્રદ્ધાળુઓએ માં અંબાના દર્શન કર્યા
આ દિવસમાં 22.43 લાખ શ્રદ્ધાળુઓએ માં અંબાના દર્શન કર્યા છે અને 1600 ધજાઓ માં અંબાના શિખરે ચઢાવવામાં આવી છે.
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે પાંચમો દિવસ છે. આ દિવસે 22.43 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ માં અંબાના દર્શન કર્યા હતા. ઉપરાંત, 1600 ધજાઓ માં અંબાના શિખરે ચઢાવવામાં આવી હતી.
મંદિર ટ્રસ્ટ તરફથી મળેલી માહિતી મુજબ, છેલ્લા ચાર દિવસમાં મંદિરે કુલ 1.47 કરોડ રૂપિયાની આવક નોંધાવી છે. આ વર્ષે ભાદરવી પૂનમ ચંદ્ર ગ્રહણ સાથે આવતાં, બપોરે 12.30 કલાકે મંદિર બંધ થશે અને સાંજે 5 વાગ્યા સુધી જાળીમાં થી દર્શન કરાશે.
મેળાનું આકર્ષણ – ડ્રોન શૉ
ભાદરવી પૂનમ મહા મેળામાં આ વર્ષે સૌપ્રથમ વખત ડ્રોન શૉનું આયોજન કરવામાં આવ્યું હતું. હજારો શ્રદ્ધાળુઓએ 400થી વધુ ડ્રોન દ્વારા સર્જાયેલી કલાકૃતિઓ નિહાળી અને અદભુત અનુભવ કર્યો.
- આકાશમાં જોવા મળ્યો અનોખો નજારો
- હજારો શ્રદ્ધાળુઓએ ડ્રોન દ્વારા સર્જાયેલી કલાકૃતિઓ નિહાળી
- અંબાજી મંદિરમાં યોજાયો અદભુત "ડ્રોન શૉ"
- ત્રિશુલ, ઘંટ, ધજા અને મંદિરની અદભુત આકૃતિઓ રજૂ કરાઈ
આકર્ષક ડ્રોન શૉ મેળાનો ખાસ આકર્ષણ બની રહ્યો છે અને શ્રદ્ધાળુઓ માટે આ એક યાદગાર અનુભવ સાબિત થયો છે.

ટિપ્પણી પોસ્ટ કરો