નર્મદા: માત્ર 4 બાળકોના શિક્ષણ માટે શરૂ થયેલી આ શાળામાં ૨૫૦થી વધુ વિદ્યાર્થીઓએ શિક્ષણ પ્રાપ્ત કર્યું
શિક્ષણ ક્ષેત્રમાં ભગીરથ કાર્ય કરનાર આ ગોરા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી શાંતિલાલને ‘શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર-૨૦૨૫’થી સન્માનિત કરાશે
નર્મદા જિલ્લામાં માત્ર ચાર બાળકોના શિક્ષણ માટે શરૂ થયેલી ગોરા સરકારી પ્રાથમિક શાળામાં અત્યારસુધી ૨૫૦થી વધુ વિદ્યાર્થીઓએ શિક્ષણ પ્રાપ્ત કર્યું છે.
આ શાળામાંથી અત્યારસુધીમાં ૩૫થી વધુ આદિવાસી વિદ્યાર્થીઓએ શિક્ષણ પ્રાપ્ત કરીને સરકારી - ખાનગી નોકરી મેળવી છે.
શિક્ષણ ક્ષેત્રમાં ભગીરથ કાર્ય કરનાર આ ગોરા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી શાંતિલાલને ‘શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર-૨૦૨૫’થી સન્માનિત કરાશે.
શાળાની શરૂઆત અને વિકાસ
૧૯૯૯માં સરદાર સરોવર નર્મદા યોજનાના પુનર્વસવાટ અસરગ્રસ્તોના બાળકોને શિક્ષણ મળે તે માટે આ શાળા શરૂ થઈ હતી. શરૂઆતમાં માત્ર ૪ વિદ્યાર્થીઓ સાથે ગોવિંદભાઈ તડવીના મકાનમાં એક ખૂણામાં શિક્ષણ શરૂ કરાયું. આજે આ શાળામાંથી ૨૫૦થી વધુ વિદ્યાર્થીઓ ભણીને સફળ થયા છે.
શિક્ષક શ્રી શાંતિલાલ ભોઈની પહેલ
- ૨૦૧૮-૧૯: ચાલો, બાળપણને વિકસાવીએ
- ૨૦૧૯-૨૦: નવતર એક ઉપચાર અનેક
- ૨૦૨૦-૨૧: શિક્ષા સેતુ
- ૨૦૨૧-૨૨: ઓપન સ્માર્ટ ક્લાસ
- ૨૦૨૨-૨૩: સ્કેનિંગ બાય લર્નિંગ
- ૨૦૨૩-૨૪: Any Time Learn (A.T.L)
- ૨૦૨૪-૨૫: મિશન C.E.T
- ૨૦૨૫-૨૬: ટોટલ ફિઝિકલ રિસ્પોન્સ (T.P.R)
સન્માન અને એવોર્ડ્સ
- CRC સ્તરે: પ્રતિભાશાળી શિક્ષક
- તાલુકા સ્તરે: શ્રેષ્ઠ શિક્ષક
- જિલ્લા સ્તરે: શ્રેષ્ઠ શિક્ષક, ઈનોવેટીવ શિક્ષક
- પ્રજાસત્તાક દિન: શૈક્ષણિક ટેબ્લો માટે સન્માનપત્ર
- નર્મદા જિલ્લા સર્વોચ્ચ સન્માન: “નર્મદા રત્ન”
- ૨૦૨૫: શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર
ઈનોવેટીવ પ્રોજેક્ટ્સ
શ્રી શાંતિલાલના પ્રોજેક્ટ “ચાલો, બાળપણને વિકસાવીએ” ને રાષ્ટ્રીય સ્તરે રજૂ કરવાની તક મળી. ઓપન સ્માર્ટ ક્લાસ પ્રોજેક્ટ દ્વારા ૨૧૦ જેટલા પાઠ્યક્રમોની PPT તૈયાર કરી ઓનલાઇન-ઓફલાઇન શિક્ષણ કાર્ય શરૂ કરાયું. GCERTના અભ્યાસક્રમ પ્રમાણે QR કોડ તૈયાર કરીને ઇનોવેશન ફેરમાં રજૂ કરવામાં આવ્યો.
આ પ્રોજેક્ટે INDIA BOOK OF RECORD અને WORLD RECORD OF EXCELLENCE માં સ્થાન મેળવ્યું. ૨૫૦૦ પાનાંને માત્ર ૧૧ પાનાંમાં સમાવીને બેગલેસ અને પેપરલેસ અભ્યાસક્રમ તૈયાર કર્યો.
અન્ય યોગદાન
વ્યસનમુક્તિ અભિયાન, સ્વચ્છતા અભિયાન અને આરોગ્ય જાગૃતિ અભિયાન દ્વારા શાળા અને ગામમાં જનજાગૃતિ લાવવામાં આવી. આ કાર્ય માટે શાળાને “સ્વચ્છ વિદ્યાલય”નો પુરસ્કાર મળ્યો.
આમ, શિક્ષક શ્રી શાંતિલાલ ભોઈએ શિક્ષણ ક્ષેત્રમાં નવીનતા અને સમર્પણથી ‘નર્મદા રત્ન’ થી લઈને ‘શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર’ સુધીની સફર સફળતાપૂર્વક હાંસલ કરી છે.

ટિપ્પણી પોસ્ટ કરો