RPF Recruitment 2024: રેલવેમાં PSI અને કોન્સ્ટેબલની ભરતી, છેલ્લી તારીખ 14 મે 2024

RPF Recruitment 2024: રેલવે ભરતી બોર્ડ (RRBs) એ રેલવે સુરક્ષા દળ (RPF) અને રેલવે સુરક્ષા વિશેષ દળ (RPSF) માં સબ ઇન્સ્પેક્ટર (SI)અને કોન્સ્ટેબલના પદો પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કરી દીધું છે. અરજી પ્રક્રિયાની શરૂઆત 15 એપ્રિલ 2024 ના રોજ કરવામાં આવી છે અને અરજી કરવા માટેની છેલ્લી તારીખ 14 મે 2024 રાખવામાં આવી છે. તો રેલવેમાં કોન્સ્ટેબલના પદ પર નોકરી મેળવવા ઈચ્છુક ઉમેદવાર સત્તાવાર વેબસાઇટ્સ Indianrailways.gov.in પર જઈને અરજી કરી શકે છે.


RPF Recruitment 2024: રેલવેમાં PSI અને કોન્સ્ટેબલની ભરતી, છેલ્લી તારીખ 14 મે 2024



RPF Recruitment 2024 Highlight

સંસ્થાઇન્ડિયન રેલવે
પોસ્ટકોન્સ્ટેબલ અને પીએસઆઈ
ખાલી જગ્યા4660
છેલ્લી તારીખ14 મે 2024
ક્યાં અરજી કરવીrpf.indianrailways.gov.in

પગાર ધોરણ

આ ભરતી અભિયાન હેઠળ કુલ 4660 પદ ભરવામાં આવશે. તેમાં 4208 ભરતી કોન્સ્ટેબલ પદ માટે છે, જ્યારે 452 જગ્યા SI પદ માટે છે. પસંદ થયેલા ઉમેદવારો માટે પગાર ધોરણ નીચે પ્રમાણે રહેશે.

  • સબ-ઇન્સ્પેક્ટર - રૂ. 35,400
  • કોન્સ્ટેબલ - રૂ. 21,700

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં કોન્સ્ટેબલ માટે અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાત 10 પાસ તરીકે નક્કી કરવામાં આવી છે. આ સિવાય સબ ઇન્સ્પેક્ટર માટે કોઈ પણ શાખામાં ગ્રેજ્યુએટ કરેલ ઉમેદવારો જ અરજી કરી શકે છે.

રેલવે ભરતી વય મર્યાદા

કોન્સ્ટેબલ માટે વય મર્યાદા 18 થી 28 વર્ષ અને સબ ઈન્સ્પેક્ટર માટે 20 થી 28 વર્ષ નક્કી કરવામાં આવી છે. અનામત વર્ગના ઉમેદવારોને નિયમ મુજબ મહત્તમ વય મર્યાદામાં છૂટછાટ મળશે.

રેલવે ભરતી અરજી ફી

અરજી ફી વિશે વાત કરવામાં આવે તો જનરલ, OBC, EWS માટેની ફી 500 રૂપિયા રહેશે. તમામ કેટેગરીની મહિલા ઉમેદવારો માટે 250 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે અને અરજી ફોર્મમાં ફેરફાર કરવા માટે 250 રૂપિયા પણ ચૂકવવા પડશે. તમામ ફી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને નેટ બેન્કિંગ તેમજ UPI દ્વારા ચુકવણી કરી શકો છો.

RPF માં ફોર્મ ભરવા માટે તમારે rpf.indianrailways.gov.in વેબસાઈટ પર જવું. તથા અરજી માટે જાહેર કરેલ સત્તાવાર જાહેરાત વાંચવી.

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
!
Found an error? If you find any mistake in this information, please Report it Here. Your feedback helps us stay reliable.
keyboard_arrow_up
Join WhatsApp Channel
Advertisement
Promo Banner