Sanedo Sahay Yojana: ખેડૂતોને મળશે સનેડો ખરીદવા પર સહાય, સનેડો સહાય યોજના

Sanedo Sahay Yojana 2024: ભારત સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માટે ઘણી બધી યોજનાઓ બનાવેલ છે. જેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ખૂબ જ પ્રચલિત છે. રાજ્યમાં કૃષિ અને સહકાર વિભાગ દ્વારા પણ ખેડૂતો માટે ikhedut Portal બનાવેલ છે. Sanedo Sahay Yojana ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માટે ઘણી બધી યોજનાઓ બનાવેલ છે. જેમાં પ્રધાનમંત્રી Kishan Sammannidhi Yojana ખૂબ જ પ્રચલિત છે. રાજ્યમાં કૃષિ અને સહકાર વિભાગ દ્વારા પણ ખેડૂતો માટે ikhedut Portal બનાવેલ છે. આઈ-ખેડૂત પોર્ટલ પર તાર ફેન્‍સીંગ સહાય યોજના, તાડપત્રી સહાય યોજના, Tractor Subsidy Yojana, ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના વગેરે જેવી ઘણી બધી યોજનાઓ ઓનલાઈન પોર્ટલ પર મૂકેલ છે. પરંતુ આજે આપણે Sanedo Sahay Yojana વિશે વાત કરીશું.


Sanedo Sahay Yojana



સનેડો સહાય યોજનામાં કેટલી સહાય મળશે? | Sanedo Sahay Yojana

આ Sanedo Mini Tractor Yojana ખેડૂતોને ખેતીકામમાં ખૂબ જ ઉપયોગી સાધન સહાયની આપવામાં આવશે. આ યોજના હેઠળ ખેડૂતોને સનેડો ખરીદવા માટે કુલ કિંમતના 25% અથવા રૂપિયા 25,000/- બેમાંથી જે ઓછું હોય તે લાભ મળશે. આ સહાય યોજના મેળળ્યા બાદ લાભાર્થી ખેડૂતોને આવનાર 7 વર્ષ સુધી સહાય મળશે નહીં. લાભાર્થી ખેડૂતને આ યોજના હેઠળ ખરીદેલા સનેડો બે વર્ષ સુધી વેચી શકશે નહીં. આ સાધનનો ખેડૂતો માત્ર ખેતી કામમાં જ તેનો ઉપયોગ કરી શકશે.

સનેડો ટ્રેકટર સહાય યોજના 2024 | Sanedo Sahay Gujarat 2024

રાજ્યના ખેડૂતો ખેતીના કામમાં સનેડા સાધનનો ઉપયોગ કરવા લાગ્યાં છે. નાના અને સીમાંત ખેડૂતો મોટા ટ્રેક્ટરની જગ્યાએ મીની ટ્રેકટર સમાન સનેડાનો ઉપયોગ કરી રહ્યા છે. આ સાધનની કિંમત નાના ખેડૂતો માટે પણ પરવડે તેમ છે. ગુજરાત સરકારે ખેડૂતોને ખેતીમાં મદદરૂપ થાય તે માટે Mini Tractor Sanedo ખરીદવા સહાયની જાહેરાત કરી છે. આ યોજનામાં રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર (સનેડો) ખરીદવા ઉપર ખેડૂતોને સહાય મળશે.

Sanedo Sahay Yojana | સનેડો મીની ટ્રેક્ટર સહાય યોજનામાં લાભ લેવા પાત્રતા અને નિયમો

  • લાભાર્થી ખેડૂત ગુજરાતનો વતની હોવો જોઈએ.
  • ખેડૂત લાભાર્થી આ યોજનાનો લાભ 7 વર્ષમાં માત્ર એક જ વાર લઈ શકશે.
  • જો બેંક ખાતું સંયુકત હોય તો અન્ય નામ ધરાવતા વ્યક્તિનું સહમતી પત્રક જોઈશે.
  • ખેડૂતને આ યોજના હેઠળ મળેલ સનેડો 2 વર્ષ સુધી વહેંચી શકશે નહીં.
  • આ યોજના હેઠળ મેળવેલ સાધન સહાયનો ઉપયોગ માત્ર ખેતીને લગતાં કામો માટે જ કરવાનો રહેશે.
  • આ સનેડામાં પેસેન્જર વાહન બનાવી શકાશે નહીં. અને તેનો ઉપયોગ પેસેન્જરના પરિવહન કરી શકશે નહીં.

જરૂરી ડોક્યુમેન્‍ટ

  • ઓનલાઈન અરજીની સહીવાળી નકલ થતા સંયુકત ખાતેદારના કિસ્સામાં બાંહેધરી પત્રક
  • 7/12, 8-અ ની નકલ અથવા વન અધિકાર પત્રની નકલ
  • બેંક પાસબુકની નકલ અથવા રદ કરેલ ચેક
  • આધારકાર્ડની નકલ
  • કબુલાતનામું અને સ્વ-ઘોષણા પત્રક
  • લાભાર્થી ડ્રાઈવીંગ લાઈસન્‍સ ધરાવતા હોવા જોઈએ.

સનેડો સહાય યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ https://ikhedut.gujarat.gov.in/ પર જાઓ
  • ત્યાર બાદ તેમાં યોજનાઓ પર ક્લિક કરો.
  • યોજનાઓ પર ક્લિક કર્યા પછી ખેતીવાડી ની યોજનાઓ પર ક્લિક કરો.
  • ખેતીવાડી યોજનાઓ પર ક્લિક કર્યા પછી રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર (સનેડો) પર ક્લિક કરો.
  • રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર (સનેડો) પર ક્લિક કર્યા પછી જમણી બાજુ અરજી કરો પર ક્લિક કરો.
  • ત્યાર બાદ તમારી સામે એક નવું ફોર્મ ખુલશે.
  • તે ફોર્મ ને સંપૂર્ણ રીતે ભરીદો એટલે તમારી અરજી થઇ જશે.

!
Found an error? If you find any mistake in this information, please Report it Here. Your feedback helps us stay reliable.
keyboard_arrow_up
Join WhatsApp Channel
Advertisement
Promo Banner